ફેમિલી થેરાપી
ફેમિલી થેરાપી કૌટુંબિક વ્યક્તિ માં-બાપ, બાળકો, પતિ- પત્ની વગેરેને સાથે લઈને કરવામાં આવે છે. જેમાં કોઈ ચોક્કસ પ્રોબ્લેમ, લગ્નજીવનના પ્રોબ્લેમ્સ, આર્થિક તકલીફ, માં-બાપ અને સંતાનો વચ્ચે ઝગડા , વ્યસન, માનસિક બિમારી વગેરેની કુટુંબ પર થતી અસર અને તેનો સામનો કઈ રીતે કરવો તે ડિસ્કસ કરવામાં આવે છે. આ થેરાપીમાં એકબીજાના વિચારો અને લાગણીને સમજવા, દરેકના અનુભવો અને વ્યસનો જાણીને મુખ્યત્વે એક બીજા સાથેનું કોમ્યુનિકેશન વધારવાના પ્રયાસો કરવામાં આવે છે.